વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલી હારે શું ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિ પર અસર કરી છે? શું ટ્રમ્પ માનસિક રીતે બીમાર છે અને આ બીમારીમાં તેઓ  કેપિટલ હિલ જેવી ઘટનાઓને અંજામ આપવા માટે સમર્થકોને ભડકાવી રહ્યા છે? ડેઈલી મેઈલનો એક રિપોર્ટ સામે આવ્યા બાદ હવે આ સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટ્રમ્પ કેબિનેટના સભ્ય અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ ટ્રમ્પની માનસિક સ્થિતિ અંગે ચર્ચાઓ કરી છે. આમ તો જે રીતનું વલણ ટ્રમ્પે છેલ્લા કેટલાક સમયમાં દર્શાવ્યું છે તેને જોતા આ પ્રકારના દાવાને સંપૂર્ણ રીતે ફગાવી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

US: હિંસા બાદ ટપોટપ રાજીનામા પડ્યા, Donald Trump ને પણ તાબડતોબ પદેથી હટાવવાની તૈયારી!


પોતાના લોકો વચ્ચે વધતી જતી નારાજગી
એક અન્ય મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે વ્હાઈટ હાઉસના અનેક સ્ટાફ મેમ્બર્સે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ફરિયાદ કરી હતી કે ટ્રમ્પ એકલા હોય ત્યારે બડબડ કરતા હોય છે અને બૂમો પણ પાડતા હોય છે. જો કે તેની અધિકૃત રીતે પુષ્ટિ થઈ નથી. રિપોર્ટમાં એમ પણ કહેવાયું કે હાર બાદ ટ્રમ્પના વલણથી પોતાના લોકો વચ્ચે જ નારાજગી વધી રહી હતી. એટલે સુધી કે ટ્રમ્પના પરિવારના સભ્યો પણ ઈચ્છતા હતા કે તેઓ હાર સ્વીકારી લે. 


US: ટ્રમ્પ સમર્થકોએ સંસદને બંધક બનાવવાની કરી કોશિશ, આ PHOTOS એ દુનિયાને કરી સ્તબ્ધ


નિવેદન બદલતા રહ્યા ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર મળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર પોતાના નિવેદનો બદલી ચૂક્યા છે. ક્યારેક તેમણે પોતાની હાર સ્વીકારી લીધી તો ક્યારેક તે વળી પાછા પોતાની જીતના દાવા કરવા લાગ્યા હતા. તેનાથી ક્યાંકને ક્યાં તે દાવાઓને બળ મળે છે જેમાં રાષ્ટ્રપતિની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જો ટ્રમ્પ વાસ્તવમાં માનસિક રીતે બીમાર  છે તો કેપિટલ હિલ હિંસા બાદ તેમની સ્થિતિ વધુ બગડી શકે છે. કારણ કે આ ઘટનાએ દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં તેમના વિરુદ્ધ માહોલ તૈયાર કરી દીધો છે. 


US સંસદ પર આ અગાઉ પણ થયો હતો Attack!, જાણો કોણે હુમલો કરીને બાળી મૂકી હતી ઈમારત?


Mike Pence પર આ રીતે કાઢ્યો ગુસ્સો
આ બાજુ CNN રિપોર્ટ મુજબ ટ્રમ્પ કેબિનેટના સભ્યોએ  કેપિટલ હિંસા બાદ એક ગુપ્ત બેઠક કરી જેમાં બંધારણના 25માં સંશોધનનો ઉપયોગ કરીને ટ્રમ્પને પદેથી હટાવવા ઉપર પણ ચર્ચા કરવામાં આવી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના અંગે ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને ટ્રમ્પ વચ્ચે તણાવ પેદા થઈ ગયો છે. જ્યારે ટ્રમ્પ સમર્થકો સંસદમાં ઘૂસ્યા તો સત્રની અધ્યક્ષતા પેન્સ જ કરી રહ્યા હતા. અને તેઓ ટ્રમ્પના સમર્થકોના આ વ્યવહારથી ખુબ નારાજ પણ જોવા મળ્યા. તેમણે તેને અમેરિકાના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો. એવા પણ ખબર છે કે ટ્રમ્પે ત્યારબાદ પેન્સના ચીફ ઓફ સ્ટાફને વ્હાઈટ હાઉસથી જતા રહેવાનું ફરમાન સંભળાવ્યું હતું. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube